અર્વાચીન લગ્નગીત

અર્વાચીન લગ્નગીત
આપે એક પ્રાચીન  લગ્ન ગીત સાંભર્યું હશે..  એ ગીત “કોયલ બેઠી આંબલીયાની ડાળ્ય”આજે હું આપની સમક્ષ એક અર્વાચીન લગ્ન ગીત વાંચવા આપું છું  .
તમને ખબર છે ? કવિ લોકો  ગપ્પ લોકોના મગજમાં  ઠોકી બેસાડવાની આવડત વાળા હોય છે .આ “જુનું લગ્ન ગીત છે “એમાં મોરલાની સાથે કોયલના લગ્ન કરાવી નાખેછે .જેનો કાળો ભમ્મર રંગ છે .જોરદાર અવાજ કરે છે ,એતો નર કોયલ છે .  પણ કવિઓએ  નારી બનાવી નાખી છે.અને કવિઓએ લોકોના દિમાગમાં એવું ગોઠવી દીધું છે કે કાઢવું મુશ્કેલ છે .રામાયણ એ

સંસ્કૃતના આદિ કવિ વાલ્મિકી ઋષિના ભેજાની નીપજ છે , એવું બોલવાની તમારામાં હિંમત છે ? વાલ્મિકી ઋષિએ પોત કહ્યું છેકે  એક પારધીએ  જયારે સારસપક્ષીની  જોડીમાંથી એક પક્ષીને મારી નાખ્યું , પછી જે જીવતું હતું ,એનો વલોપાત જોઈ  વાલ્મિકી ઋષિના મુખમાં થી એક શ્લોક  સારી પડ્યો . જે સંસ્કૃત કાવ્યનો પહેલો શ્લોક છે અને વાલ્મિકી ઋષિ સંસ્કૃત ભાષાના  પહેલા કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા .એ પહેલો શ્લોક माँ निषाद प्रतिष्ठां तवं गमय:शाश्वती :समा:    આ બનાવ પછી વાલ્મિકી ઋષિને એક આદર્શ ગ્રંથ લખવાનું સુજ્યું  અને એ મહાન ગ્રંથ એ  રામાયણ .અને હવે અતાઈ આતા એક પોતાના ભેજામાંથી ઉત્પન્ન કરેલું લગ્ન ગીત આપને વાંચવા માટે લખે છે .અને આતા આમાં પોપટનાં અને મેનાના લગ્ન  કરાવશે .પોપટ અને મેના જુદી જુદી જાતના પક્ષી છે . પણ બહુ જુના વખતથી  પોપટ અને મેના  પતિ પત્ની છે એવું કવિ લોકોએ લોકોના મગજમાં ઘુસાડી દીધું છે .અને હું પણ આછો પાતળો કવિ છુંને?
મેના બેઠી અમેરિકા દેશ ઓલો પોપાટીઓ બેઠોરે ભારત દેશમાં   માણારાજ
પોપટિયા હવે મેનાને   લઇ આવો આપને ઘેર  ! મેના બોલે અમેરિકી બોલ ઓલો પોપ્ટીઓ બોલેરે ગુજરાતી ગામથી માણારાજ .
પોપટિયા આવી મેના કોઈદી નો આવે આપને ઘેર
પોપતીયાનીમાં એવાં સપના જોતી હોય કે  કેદી મારો પોપટીયો લાડી લઇ આવે અને હું    સાસુ પણું ભોગવું .મારી સાસુએ મારા ઉપર બહુ હુકમત ચલાવી છે .વળી કોક અનુભવી બેન પોપતીયાની માને સમજાવે કે  માજી તમારા જમાના હવે પુરા થયા હવેતો  વહુ સાસુ છે અને સાસુ વહુ છે .અને અમેરીકામાતો ખાસ  એટલે માજી  તમે કોઈ અમેરિકામાં રેતી હોય એવી ડોશીને પૂછી જોજો .અને બીજી વાત ઇકે ઓલી અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી  મેના પાણીને water ક્યે અને તારો ચરોતરીયો પોપટીયો  પાણીને પોણી ક્યે એવી મેના તારું છાણ વાસિંદુ કરવા તારે ઘેર નો આવે ,
પણ પોપતીયાના માથે  અમેરિકાનું ભૂત સવાર થયું છે .એટલે ઈ અમેરીકાનુજ રટણ કરે છે .

પોપટીયો ક્યે છે .મારે જાવું અમેરિકા દેશ મેના જો બોલાવે તો હું જઇ શકું માણારાજ   એ બાપા મારે લીલું કાર્ડ લેવા જાવું અમેરિકા દેશ  મેના અપાવે મુને લીલું લીલું કાર્ડ લીલુડા કાર્ડ વિના અમેરિકા નો રવાય   માણારાજ  એ “અતાઈ “હવે મુને જાવા દ્યોને ડોલર વાળે દેશ   તો સૌ મિત્રોને જાનમાં આવવાનું આમંત્રણ છે.  स्मुर्तम

2 responses to “અર્વાચીન લગ્નગીત

  1. સુરેશ જાની ડિસેમ્બર 20, 2011 પર 3:51 પી એમ(pm)

    વાહ ! ગ્રીન કાર્ડ અને લીલા પોપટનો સારો મેળ બેસાડ્યો.
    પણ મેનાનો રંગ કયો? ! અહીં તો ધોળી મેના !

    • aataawaani ડિસેમ્બર 20, 2011 પર 4:18 પી એમ(pm)

      સુરેશ ભાઈ સમય આવ્યે મેના પીળી ચાંચ વાળી અને કળા જેવા રંગની થઇ જાય रंग बदल जाते है जजबात बदल जाते है वक्त पे इन्सानके ख्यालात बदल जाते है આતાના આશિષ  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: