મણિયારો (માનવાળો)

માનીયારાનું  લોકગીત  લોકસાહિત્યના પ્રેમીઓમાં  બહુ જાણીતું છે .મને આગીત બહુ ગમે છે.પહેલવેલું આ ગીત હું તેરેક વરસની ઉમરનો હઈશ ત્યારે સાંભળેલું .
આગીત એક ગવૈઓ ગાયછે .તેનો અવાજ અકબરના  ગવૈયા તાન્સેનથી વધીજાય એવો છે  .પણ તે એમાં પોતાની  હોશિયારી  ઉમેરેછે, એટલે ઘણી વખત ગીતની મઝા મારી જાય છે.
સારો અવાજ હોવો એ પરમેશ્વરની ભેટ છે, સારો અવાજ શીખવા માટે કોલેજમાં  નથી જવું પડતું .
સારો અવાજ હોય ,સારા લેહ્કાથી ગાઈ શકતો હોય, એવા માણસમાં ગીતનું હાર્દ સમજવાનું જ્ઞાન પણ હોય એવું  ઘણી વખત નથી પણ બનતું.   સારા અવાજવાળો ગાય છે  આપણે સહુએ સાંભર્યું પણ છે. અને ઉત્સાહવર્ધક  તાળીઓ પણ પાડી છે .પણ એ ગાયક કલાકાર માનીયારા શબ્દને બદલે મણિયારો શબ્દ વાપરે છે એ બરાબર નથી.
મણિયારો એટલે બંગડીયો વેચનારો ,હવે આવા મનીયારાએ  કોઈ જુવાન છોકરીના હાથનો  બંગડી પેરાવતી વખતે  પોંચો દબાવ્યો હોય .આવા કારણસર  મણિયારો બંગડીયું વેંચીને  બહાર ગામ  જવા રવાના થાય ત્યારે મણીયારના વિયોગના  દુ:ખ માં હૈયું હચમચી જાય,એને  એવા ગીતનું સર્જન નો થાય.
મેં એક ગઢવી  પાસેથી પહેલવેલું આ ગીત સાંભર્યું એની વાત હું આપની આગળ કરું છું .
અગાઉ કીધું એમ હું જયારે તેરેક વરસનો હતો, ત્યારે હું મરમઠ ગામે ચાલીને ભણવા જતો .આવતી વખતે પ્રેમજી ઝાલાવાડીયાની  વાડીયે,  હાથ, પગ ,મોં,   ધોવા અને પાણી પીવા જતા .
અને પાણી પિતા પિતા એકબીજાને  પાણી  ઉડાળીને તોફાન કરતા અને મારામારી પણ કરી લેતા .અને પછી રસ્તે ચાલવા મંડી જઈએ ત્યારે  અગાઉનો જઘડો કયાં અલોપ થઇ ગયો હોય એની ખબરજ નોપડે . એ—-ય ને ઠાઠથી વાતો કરતા કરતા જઈએ .
એક વખત  અમે વિદ્યાર્થીઓ  વાડીએ કોસ ચાલતો હતો અમે રાબેતા મુજબ પાણી બાણી પીધું .એટલામાં એક ગઢવી આવ્યો,એણે બગલાની પાંખ જેવાં  ચોરણો, પહેરણ ,પાઘડી .પહેર્યા હતા પણ પગ ઉઘાડા હતા . બચપણથી હું બહુ જીજ્ઞાસા વૃતિ વાળા સ્વભાવનો છું .અને એટલેજ હું “અતાઈ ” છું .
મેં gadhavine પૂછ્યું ગઢવી તમારાં સ્વચ્છ કપડાં જોવાથી એવું લાગેછે કે તમે સ્વચ્છતા નાં આગ્રહી છો પણ  પગરખાં (જોડા ) કેમ નથી પહેરતા ? ગઢવીએ જવાબ દીધો .ઉઘાડા પગને લીધે ધરતી માતાને આપના શરીરનો સીધો સ્પર્શ થાયછે અને એણે લીધે બુદ્ધી ખીલે છે .એમ કહી એણે જૈનાચાર્ય  હેમચંદ્રસુરીનો દાખલો આપ્યો .કે જેણે સિદ્ધ રાજ જયસિંહ નું માનસ પરિવર્તન કર્યું .અને એને જૈનધર્મની દિક્ષા આપી . આ  ઉઘાડા  iપગને લીધે શક્ય બન્યું. પછી મારા જેવો ગઢવીને પ્રશ્ન પૂછનારો મળ્યો એટલે ગઢવી  ખીલ્યો .અશોક મોઢ વાડીયો ક્યેછે એમ  “આતાને પ્રશ્ન કરોતો આતા પાંહેથી નીહરેને?” ગઢવીએ એક દોહરો સંભળાવ્યો  “,. માંગણ મેલે લુગડે વૈશ્યા જોબન  વેણ ,  કામેથી ઉતાર્યો કામદાર ઈ લાગે દેખીતાં દેણ ”
દોહરો સાંભળ્યા પછી પ્રેમજી ઝાલાવાડિયાને  ગઢવી પાસેથી વધુ સાંભળવાની વધુ ઈચ્છા થઇ તેણે ગઢવી પૂછ્યું .તમે અમને વાર્તા બાર્તા કૈક  સંભળાવશો ? ગઢવી બોલ્યો કદરદાન તારા જેવો મને મળતો હોય તો હું વાતો કરતાં થાકતો નથી .તો હાલો અમારી ઝુંપડીએ ગઢવી એની ઝુપડીએ ગયો. અમે પણ સાથે ગયા .  પ્રેમજીએ ગઢવીને ખાટલે બેસાડ્યો .અને અમે સૌ જમીન ઉપર નીચે બેઠા .પ્રેમજી ખેતરમાંથી  રાજીકડા ચીભડાં લઇ આવ્યો .અને બળદ આગળ ગદબ(રજકો ) નાખે એમ અમારી આગળ ચીભડાં નાખ્યાં.અમે ચીભડાં ખાવા માંડ્યા

અને ગઢવીએ  વાર્તા  માંડી કે રાજપૂત ગરાસીયોમાં દુર દુર ના સગા હોય છે .     જુના જમાનામાં કચ્છી જાડેજા દરબારને ત્યાં એક માલવાથી લવર મૂછો  ફુટરોજુવાન મેમાન ગતિએ આવ્યો .જાડેજા દરબારને  અપ્સરા જેવી રૂપ રૂપનો અંબાર કુવારી કન્યા હતી . માલાવીઓ જવાન  પણ કુવારો હતો .દરબારોમાં સ્ત્રીઓને બહુ માંભામાં રહેવું પડે  પુરુષ સામું જોવાય પણ નહિ .પણ પ્રેમ જેનું નામછે  એને કોઈ પરદો નડતો નથી .એક ઉર્દુ કલામ છે.    जोहै पर्देमे  पिन्हां  चश्मे बिना  देख लेती है ज़मानेकी तबियातका  तकाजा देख लेती है .એવીરીતે  જાડેજાની દીકરીની ચાર આંખો મળી ગઈ . અને આંખના ઇશારાથી વાતો થઇ ગયી .એવામાં ગામના ઢોરોને હાંકીને ચોર લોકો લઇ જવા માંડ્યા .જુના વખતમાં  જાડેજા રજપૂતો પણ ઢોર ચોરીનો ધંધો કરતા પદ્મશ્રી દુલા ભાયા કાગ કવિના વડવાઓ પણ ઢોર ચોરીનો ધંધો કરતા . ઢોરને ચોરીને લઇ જવા માંડ્યા ,ત્યારે રીડ પડી બુંગીયો (ચેતવણીનો  ઢોલનો અવાજ )વાગ્યો ગામલોકોના જુવાનો ઢોરોને પાછા વાળી લાવવા ને  ધીગાને  (યુધ્ધે )ચડ્યા  મેમાન થએલો .    માળવી જવાન કેમ જાલ્યો રહે .મહાભારતની કુંતી મેમાન હતી છતાં એણે ઘરધણીના
સંકટને પોતાનું સમજી પોતાના દીકરા ભીમને  રાક્ષાસના ભરખ માટે મોકલ્યો .પરિણામ એ આવ્યું કે ભીમ રાખહને ભરખી ગયો .એવાત આપણે  જાણીએ છીએ
ધીન્ગાનાના કારણે કૈક જુવાનો મોતને ભેટ્યા કૈક જુવાનો ઘાયલ થયા . ઘાયલ થનારાઓમાં એક માળવી જુવાન પણ હતો .જુવાનને  ઝોળીમાં નાખી ઘેર લઇ આવ્યા સારવાર આદરી
સખત રીતે ઘાયલ થએલો જવાન    બેભાન છે . વૈદ્ય આવ્યો દર્દીને તપાસીને કહ્યુકે  આ જુવાનની  બચવાની કોઈ આશા નથી .એ ઘડી બેઘડીનો મેમાન છે .આવું સાંભળી  કન્યાનું ર્હદય           જાણે ફાટી ગયું .અને આંખ દ્વારા  આંસુના રૂપમાં લોહીની ધારા વહેવા લાગી .કન્યાના દિલની દશા  કેવી હોય શકે  એનું વર્ણન અભણ કવિ કેવું કરે છે . એ તમે  માંનીયારાના ગીતમાં સાંભળો .બંગડ્યું વેચનારો એક ગામથી બીજે ગામ જતો રહે એમાં આવા ગીત્તોના સર્જન નો થાય . કેવા? માનીયારોતી  હાલું હાલું થઇ રહ્યોને મુંજા દલડાં ઉદાસીન  હોયરે ભેણ મુજો પરદેસી માનીયારો  કે છેલ મુજો માલાવી માનયારો.

એલાવ  આતાએ આટલું લાંબુ હમ્ભરાવ્યું કોઈ પડકારોતો કરો કે વાહ આતા વાહ   અટાણે કઈ નહિ પણ નિરાંતે કોમેન્ટ  આપજો?

4 responses to “મણિયારો (માનવાળો)

  1. pragnaju ડિસેમ્બર 17, 2011 પર 3:01 પી એમ(pm)

    “માનીયારોતી હાલું હાલું થઇ રહ્યોને મુંજા દલડાં ઉદાસીન હોયરે ભેણ મુજો પરદેસી માનીયારો કે છેલ મુજો માલાવી માનયારો.એલાવ આતાએ આટલું લાંબુ હમ્ભરાવ્યું કોઈ પડકારોતો કરો” વાહ આતાજી વાહ.ઘણું નવુ શીખવાનું નળે પણ અમારો મણિયારો મનમા એવો જડાઇ ગયો છે કે શબ્દ સાંભળતા જ પગ તાલ દેવા લાગે…
    મહેરનો મણિયારો દાંડિયા રાસ આજે દેશ અને વિદેશમાં ખુબ ખ્યાતી પામ્યો છે.મંદ એજ્કઆંટો ફરીએ ત્યાતો તંતીએ ધ્રુજવા લાગે પણ અહીતો ખેલૈયાઓ કલાકો સુધી એકધારા રમતા હોય છે જે બતાવે છે કે મહેર સમાજ કેટલો શક્તિશાળી છે..
    દાંડિયા રાસ રમતા ખેલાડીઓને જોમ ત્યારેજ ચડે જયારે ઢોલ બરાબર વાગતો હોય.. બખરલામાં દાંડિયા રાસમાં જે ધોળી ઢોલ વગાડે છે અને પણ સલામ કરવાનું મન થાય તેવી રીતે એકધારો ઢોલ વગાડે છે. જુના જમાનામાં ધોલીનું કામ લડવૈયાઓને જોમ પૂરું પડવાનું હતું.. અત્યારે ખેલૈયાઓને જોમ પૂરું પડતા આ ધોલીડાઓને કહેવું પડે છે કે ” ઢોલીડા ઢોલ ધીમો ધીમો વાગડમાં “, મણિયારો દાંડિયા રાસ ત્યારેજ જામે જયારે જુસ્સાભેર ગાનારા હોય..
    અને વર્ષોથી ગાતા આવેલા લોકગીત

    હાં……..મણિયારો તે મણિયારો તે,
    હલુ હલુ થઈ રે વિયો રે….
    મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
    છેલ મુઝો, વરગાણી મણિયારો,
    હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
    હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે
    કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
    છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.
    હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો
    કંઈ હું તો સમદરિયાની લહેર રે,
    હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
    હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે
    કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
    હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
    હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
    હાં રે આંજેલ એમાં મેશ રે,
    હેલ મુઝો, વરણાગી મણિયારો,
    હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.
    હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
    કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
    છેલ મુઝો, હાલારી મણિયારો,
    હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.
    હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે
    કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
    છેલ મુઝો, વરણાગી મણિયારો,
    છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો.

  2. સુરેશ જાની ડિસેમ્બર 18, 2011 પર 12:57 એ એમ (am)

    આતા,
    મણિયારો કહો કે, માનીયારો કહો કે બીજું જે ઠીક લાગે તે કહો.
    વાત દિલ લાગ્યાની છે. અને દિલની ભાષાને શબ્દો નથી હોતા. એ તો ભાવજગતની વાત છે. શબ્દો જે નીકળે એ ભાવની અભિવ્યક્તિ હોય છે- અને કદાચ ગમે તેટલા શબ્દો કે આખું મહાભારત લખો – ભાવને વર્ણવી ન શકાય. \અંતરમાં આનંદના ઓઘ ઊછળે – ઈને કોઈ વર્ણવી ન શકે. પ્રેક્ષાધ્યાન કે વિપશ્યના કરતા હોઈએ અને રોમે રોમ ઝ ણઝણી ઊઠે – એને કયા શબદથી વર્ણવી શકો? એ તો અનુભવવાની ચીજ છે.
    કબીરવાણી નું એક બહુ સરસ ગીત છે ..
    मौला-मौला लाख पुकारे,मौला हाथ न आए
    लफ़्ज़ो से हम खेल रहे हैं,माना हाथ न आए

    जो पानी के नाम को पानी जाने,यह नादानी है
    पानी-पानी रटते-रटते,प्यासा ही मर जाए

    शोला-शोला रटते-रटते,लब पर आंच न आए
    इक चिंगारी लब पर रख लो,लब फ़ौरन जल जाए

    इस्म पे का़ने होने वाला और मुसम्मा खोने वाला
    काम न करने वाला मूरख बस नाम से जी बहलाए

    ~ Hazrat Zhaeen Shah Taji (R.A.)

  3. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 19, 2011 પર 7:19 એ એમ (am)

    ભાવને વર્ણવી ન શકાય.
    અંતરમાં આનંદના ઓઘ ઊછળે.
    How True…

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  4. Dipti Trivedi. જુલાઇ 8, 2013 પર 4:51 એ એમ (am)

    વેબ ગુર્જરી મારફતે ગઈ કાલથી આપની વેબ સાઈટ પર વાંચન સફર ખેડી રહી છું. જાણે અવનવી વાતોનો ખજાનો હાથ લાગ્યો. આજે સવારમાં કોફીના કપ જોડે ફરી શરૂઆત કરી અને “માનીઆરો ” ની સચ્ચાઈ અને મૂળ જાણવા મળ્યું. હવે એ લોકજીભે ચઢી ગયેલું બદલવાનું અશક્ય પણ ભાવ વિશ્વ સામે ગમે તે શબ્દ હોય તો ચાલે (!) એમાં શબ્દની તાકાત ખરેખર મૂલવાય નહિ. અંતે “આતાવાણી ” વિષે એક હાઈકુ લખું છું.
    વાંચન ઘણું
    થાય કિતાબી, આજે
    માણસ વાંચ્યો.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: