સ્ત્રી શક્તિનો જય હો

મને મારા બાળપણની  ઘણી વાતો યાદ છે . હો ઘણો નાનો હતો ત્યારે મને કોઈ ચુંબન કરે   એ બિલકુલ નો ગમે ,મારી મા પણ મને ચુંબન કરે ઈ નો ગમતું .મા ચુંબન કરવા આવે તો હું દુર ભાગી જાઉં ,તોફાન કરું .મા પોતાનો હેતનો ઉભરો હું જયારે ઊંઘી ગયો હોઉં ત્યારે કાઢે ત્યારે મને ખુબ બકીઓ ભરે. એક  રાતે હું  પથારીમાં હતો અને ઊંઘવાની તૈયારી કરતો હતો ,ત્યારે માએ  મારી મોટી બેનને  હું ઊંઘી ગયો છું કે નહિ એ જોવા માટે મોકલી ,મારી બેન વાંકી વળીને મને જોવાની ચેષ્ટા કરી મેં બેનને તમાચો મારી દીધો .અને મા પાસે ફરિયાદ કરીકે જો મને તારા લાડકાએ મને થપ્પડ  ઠોકી ,અને વધારામાં બોલીકે હવે તું એને   હળકારતી નહિ .  મતલબકે તું એના ઉપર ખીજાતી નહિ .અને હવે મને અશોક જેવો કોઈ પૂછે કે આતા હજી પણ ઈ ટેવ રાખી છે ? તો નિખાલસ પણે કહું કે હવે એવી ટેવો ભૂલી ગયો છું .
મારી ઉમર જયારે ચાર વરસની હશે ત્યારે હું મારા ઘર નજીક નાં પટેલ ફરિયામાં (ફળિયા )મા રમતો હતો ત્યારે મારી નજીકમા એક સવધી નામની સાતેક વરસની બાળકી રમતી હતી .સવધી માટે કોઈ પિલુની ડાળખી મૂકી ગયો .મને ખબર છે ત્યાં સુધી આ એકજ ઝાડ એવું છેકે જેમાં બે જાતનાં ફળ થાય ,એક ચણાના દાણા જેવડું મોટું અને બીજાં રાયના દાણા જેવડાં નાનાં આ નાનાં ફળ ખાઈ શકાય એમાં બી હોતાં નથી .  જયારે  મોટાં ફળમાં બી હોય છે .જે ઉગવા માટે પરમેશ્વરે બનાવ્યાં  છે.
સવધી એ શીવધીનું અપભ્રંશ થએલું નામ છે . શિવ  એટલે મહાદેવ  ધી એટલી દીકરી  ધી મૂળ કચ્છી ભાષાનો શબ્દ છે .જેનો અર્થ દીકરી  થાય છે .એટલે સવધી એટલે  શિવની દીકરી  ઓખા .એક દોહરો યાદ આવ્યો જે લખું છું .
કાઉ જાજા કાગોલીયા અને કાઉ જાજા કપૂત
હિકડતો ધૈડી ભલી અને હિકળ ભલો સપુત     દુવાનો અર્થ =કાગડાનાં બચ્ચાં ઝાઝા શું કામના બિચારા દેડકાને હેરાન કરે એવીરીતે  ઝાઝા કુપુત્ર હોય એ પણ શું કામના બાપનું નામ બોળે કુટુંબમાં એકજ સપુત સારો અને એકજ દીકરી હોય એ ઘણું છે .
હું દુર રમતો હતો ત્યાંથી મને સવધીએ બોલાવ્યો હિમત રામ   આંય    મારી પાહે આવ્ય હું તને પીલું ખવડાવું .હું સવધી પાસે ગયો .સવધી વિણી વિણી  ને      પીલું ભેગા કરે અને બુકડો ભરાય એટલાં થાય એટલે મને આપીદ્યે  મને ખાતાં કેટલી વાર લાગે ?હું એકદમ ખાઈ જાઉં અને મારી જાતે પીલું તોડવા જાઉં તો મને  અટકાવે બોલે કે તુંને કડવાં લાગશે.  હું એનું નામાનું અને જાતે તોડવા જાઉં તો  મોટી બેનની અદાથી  મારા હાથ ઉપર ટપલી  મારી લ્યે ખરી . ” હવે બીજો સ્ત્રી શક્તિ નોજય  બીજે દિવસે  મોડું થવા બદલ આતાને માફ કરજો

8 responses to “સ્ત્રી શક્તિનો જય હો

  1. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 14, 2011 પર 6:02 એ એમ (am)

    ‘કાઉ જાજા કાગોલીયા અને કાઉ જાજા કપૂત’
    હાચું કીધું આતા..! આ ’સવધી’ નામનો અર્થ આજે જાણ્યો. ખરે જ અપ્રભંશ થઈને કેટલું બદલાય જાય છે. આપણા મલકનાં ઘણાં નામ એવા છે જેના અર્થ ભાગ્યે જ કરી શકીએ. આપને જે જે જ્ઞાત હોય તે વખતો વખત સમજાવતા રહેશોજી. (જેમ કે વસ્તો, જેઠો, ભીખુ, વેજો, ભરમી.. એવા ઘણાંક દેશી નામ છે જેના અરથ પામવા મારે એરિઝોના ધક્કો થાહે !)

    આ ’હળકારવું’ શબ્દ પણ બહુ સાંભળ્યો છે. ’બોલાવવું’ કે ’વતાવવું’ એ અર્થમાં પણ વપરાય છે. કૂતરાને ભગાડવાને પણ ’હળકારવું’ કહે છે. અમેય નાના નાના હતાને ભેરુબંધોમાં બાધણું થાય એટલે પછી કહે કે, ’જા જા આજથી તને હળકારે ઈ બીજો !’ (પછી જો કે કલાકમાં પાછા બેય ભેળા મળીને ગલુડીયાંવને ’હળકારતાં’ હોય ઈ વાત નોખી છે 🙂 )

    અને હા, કોઈ ભાઈબંધુને ’પીલું’માં ટપ્પા ના પડ્યા હોય તો વિકિમહારાજ પાસે તેની કુંડળી જોઈ શકે એટલે અહીં લિંક આપી છે : http://en.wikipedia.org/wiki/Salvadora_oleiodes
    આભાર.

  2. સુરેશ જાની ડિસેમ્બર 14, 2011 પર 6:42 એ એમ (am)

    હવે તમે જામતા જાઓ છો.
    બાળપણથી ૯૦ વરસ .. એક વરસનો એક લેખ ગણો તો ય ૯૦ હાચા ! અને દસ લટકાના કરી ન્યાં કણે સેન્ચ્યુરી ઠપકારજો આતા !

  3. pragnaju ડિસેમ્બર 14, 2011 પર 8:57 એ એમ (am)

    ‘સ્ત્રી શક્તિ…’ સવધી એટલે શિવની દીકરી … દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.તેમા કોઈ શક નથી કે નવી સદી અને બદલતા સમાજમાં સ્ત્રીઓની એક સશક્ત તસ્વીર ઉભરી રહી છે પરંતુ ક્યાંક ક્યાક હજુ પણ પિતૃસત્તાત્મક માનસિકતા મહિલાઓની મજબૂત સ્થિતિ પર ગ્રહણ પણ લગાવે છે. રાષ્ટ્રની સારી છાપ અને સમાજનો વિકાસ સ્ત્રીઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીથી શક્ય બની શકે છે. શરત એ કે આધુનિક સમાજમાં આપણે બધા આ મંત્રની સાથે સ્ત્રીઓનુ સ્વાગત કરીએ, ‘યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા’.
    …બાળપણમા ગાતા તે ગીતની યાદ આવી
    અડકો દડકો દહીં દડુકો
    શ્રાવણ ગાજે પીલું પાકે
    ઊલ મૂલ ધંતુરાનું ફૂલ
    સાકર શેરડી ખજૂર
    સાથે મહુડાના ફૂલ ખાતા ફળવણી તેના ડોળિયા તેલ બનાવતા!

  4. Himmatlal Joshi ડિસેમ્બર 14, 2011 પર 2:32 પી એમ(pm)

    માસ્તર સાહેબ તમારી પાસેથીજ ૧૦૦ માર્ક લેવા છે આતા મહેનત કરશે .અને પરમેશ્વર કૃપા કરશે . इन्शा अल्लाह .

  5. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 19, 2011 પર 7:25 એ એમ (am)

    ‘યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમતે તત્ર દેવતા’
    Dhavalrajgeera

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: