Daily Archives: ડિસેમ્બર 14, 2011

સ્ત્રી શક્તિનો જય હો

મને મારા બાળપણની  ઘણી વાતો યાદ છે . હો ઘણો નાનો હતો ત્યારે મને કોઈ ચુંબન કરે   એ બિલકુલ નો ગમે ,મારી મા પણ મને ચુંબન કરે ઈ નો ગમતું .મા ચુંબન કરવા આવે તો હું દુર ભાગી જાઉં ,તોફાન કરું .મા પોતાનો હેતનો ઉભરો હું જયારે ઊંઘી ગયો હોઉં ત્યારે કાઢે ત્યારે મને ખુબ બકીઓ ભરે. એક  રાતે હું  પથારીમાં હતો અને ઊંઘવાની તૈયારી કરતો હતો ,ત્યારે માએ  મારી મોટી બેનને  હું ઊંઘી ગયો છું કે નહિ એ જોવા માટે મોકલી ,મારી બેન વાંકી વળીને મને જોવાની ચેષ્ટા કરી મેં બેનને તમાચો મારી દીધો .અને મા પાસે ફરિયાદ કરીકે જો મને તારા લાડકાએ મને થપ્પડ  ઠોકી ,અને વધારામાં બોલીકે હવે તું એને   હળકારતી નહિ .  મતલબકે તું એના ઉપર ખીજાતી નહિ .અને હવે મને અશોક જેવો કોઈ પૂછે કે આતા હજી પણ ઈ ટેવ રાખી છે ? તો નિખાલસ પણે કહું કે હવે એવી ટેવો ભૂલી ગયો છું .
મારી ઉમર જયારે ચાર વરસની હશે ત્યારે હું મારા ઘર નજીક નાં પટેલ ફરિયામાં (ફળિયા )મા રમતો હતો ત્યારે મારી નજીકમા એક સવધી નામની સાતેક વરસની બાળકી રમતી હતી .સવધી માટે કોઈ પિલુની ડાળખી મૂકી ગયો .મને ખબર છે ત્યાં સુધી આ એકજ ઝાડ એવું છેકે જેમાં બે જાતનાં ફળ થાય ,એક ચણાના દાણા જેવડું મોટું અને બીજાં રાયના દાણા જેવડાં નાનાં આ નાનાં ફળ ખાઈ શકાય એમાં બી હોતાં નથી .  જયારે  મોટાં ફળમાં બી હોય છે .જે ઉગવા માટે પરમેશ્વરે બનાવ્યાં  છે.
સવધી એ શીવધીનું અપભ્રંશ થએલું નામ છે . શિવ  એટલે મહાદેવ  ધી એટલી દીકરી  ધી મૂળ કચ્છી ભાષાનો શબ્દ છે .જેનો અર્થ દીકરી  થાય છે .એટલે સવધી એટલે  શિવની દીકરી  ઓખા .એક દોહરો યાદ આવ્યો જે લખું છું .
કાઉ જાજા કાગોલીયા અને કાઉ જાજા કપૂત
હિકડતો ધૈડી ભલી અને હિકળ ભલો સપુત     દુવાનો અર્થ =કાગડાનાં બચ્ચાં ઝાઝા શું કામના બિચારા દેડકાને હેરાન કરે એવીરીતે  ઝાઝા કુપુત્ર હોય એ પણ શું કામના બાપનું નામ બોળે કુટુંબમાં એકજ સપુત સારો અને એકજ દીકરી હોય એ ઘણું છે .
હું દુર રમતો હતો ત્યાંથી મને સવધીએ બોલાવ્યો હિમત રામ   આંય    મારી પાહે આવ્ય હું તને પીલું ખવડાવું .હું સવધી પાસે ગયો .સવધી વિણી વિણી  ને      પીલું ભેગા કરે અને બુકડો ભરાય એટલાં થાય એટલે મને આપીદ્યે  મને ખાતાં કેટલી વાર લાગે ?હું એકદમ ખાઈ જાઉં અને મારી જાતે પીલું તોડવા જાઉં તો મને  અટકાવે બોલે કે તુંને કડવાં લાગશે.  હું એનું નામાનું અને જાતે તોડવા જાઉં તો  મોટી બેનની અદાથી  મારા હાથ ઉપર ટપલી  મારી લ્યે ખરી . ” હવે બીજો સ્ત્રી શક્તિ નોજય  બીજે દિવસે  મોડું થવા બદલ આતાને માફ કરજો