आकृति गुणान कथयति

કેટલીક કહેવતો ખોટી પડી જતી હોય છે “.आकृति गुणान  कथयति ” જે સંસ્કૃત કહેવત છે .એનો અર્થ એવો થાય છે કે માણસના  ચેહરા ઉપરથી એ કેવા ગુણ ધરાવે છે એની ખબર પડી જતી હોય છે.પણ આજથી લગભગ  સોએક વરસ પેલાં ગરેજના દુલભાએ  ખોટી પાડેલી .દુલાભાને તમે જુવોતો  સીધો ,સરળ , કહ્યાગરો ,ડાયોડમરો , ગરીબડી ગાય જેવો લાગે .તમને કલપના  નો આવે કે આ અટકચાળો  હશે.
આમ જોવાજાવતો ગુજરાતની કેટલીક કહેવતો અમેરિકામાં ખોટીયું પડેછે.  એનું દ્રષ્ટાંત આપુંતો”પંડ જાણે પાપ અને માં જાણે બાપ “એ કહેવત  અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ ફોર્ડની  માને ખબર નોતીકે આનો બાપ કોણ છે .   એવીજ રીતે વિશ્વનો  શતરંજ નો ચેમ્પિયન ની માને ખબર નોતી કે આનો બાપ કોણ છે. આતો તમને મેં  પ્રસિદ્ધ માણસોના નામ આપ્યાં.બાકી અમેરિકામાં  ઘણી છોકારીયુંને પાતાના બાળકોના બાપની ખબર નથી હોતી .અમેરિકન સરકાર કુંવારી માતાઓને  ઘણી મદદ કરતી હોય છે .એટલે ઘણી છોકરીઓ લગ્ન કર્યા સિવાય બાળકો ઉત્પન્ન  કરી લેતી હોય છે. અને સરકારી પૈસાથી  તાગડધીના  કરતી હોય છે.
ગરેજ જેવા ઘેડ વિસ્તારના  ગામડાઓમાં ફક્ત  ચોમાસું ખેતી થાય છે કુવા ખોદીને પાણી પીવડાવીને  શાકભાજી ઉત્પન્ન ના થઇ શકે  કેમકે ઘેડ વિસ્તાર નદીઓએ  કાંપ ઠાલવીને સમુદ્ર પૂરીને જમીન બનાવી છે. એટલે જો કુવો ખોદવામાં આવે તો જમીનમાંથી  સમુદ્રનું ખારું પાણી આવે .
આવા કારણસર બકાલીઓ  સાંઢીયા ઉપર કે ઘોડા ઉપર શાકભાજી કે કેળા પપૈયા જેવાં ફળો , લઈને  બકાલીઓ  ઘેડના ગામડાઓમાં    વેચવા આવે .
ગરેજ્માં પીરીયો કરીને એક બકાલી પોતાના  સાંઢીયા ઉપર બકાલું લઈને વેચવા આવે . સાંઢીયા ને  ખૂણે ખાચરે દુર બાંધીને જ્યાં માણસોની અવરજવર  થતી હોય ત્યાં  શાકભાજી વેંચવા બેસે .પીરીયો તોલમાપમાં છેતરે છે .એવી લોકોની માન્યતા હતી ખાસકરીને સ્ત્રીઓની .   એકવખત પીરિયાની સાન ઠેકાણે  લાવવાનો નાનકડા દુલ્ભાને વિચાર આવ્યો .અને મોકો જોઇને પોતાનો આવિચાર દુલભાએ અમલમાં  મુક્યો.
એક વખત ભીમ અગિયારસના દિવસો હતા .પીરીયો રતાળુ ગાજરનો (શક્કરીયા )  ઊંટ ભરીને  ગરેજ વેંચવા આવ્યો . જુના વખતમાં   સોરઠ ,બરડો,ઓખો ,બારાડી .વિસ્તારમાં  નાના મોટા સૌ  પુરુષો પાઘડી બાંધતા .દુલભો પીરીયના ઊંટ  પાસે ગયો .    અને  તુ તુ બોલીને કુતરાને નજીક બોલાવ્યું . ભૂખ્યું  કુતરું કૈક ખાવા મળશે ,એ આશાએ ઊંટ અને દુલભો જ્યાં હતા ત્યાં આવ્યું .દુલભાએ  પોતાની પાઘડી વતી ઊંટના પુંછડા સાથે કૂતરાની પૂંછડી બાંધી દીધી .બંધનમાંથી  છુટવા માટે કુતરો હવાતિયા મારવા માંડ્યો અંને આકારણે
ઊંટ તોડાવીને ભાગ્યો .એટલે દુલભો પીરીયા  પાસે ગયો અને    હમદર્દી બતાવતો હોય એવું મોઢું કરીને પીરીયાને  કહ્યું  તારો ઊંટ તોડાવીને ભાગી જાયછે .પીરીયો બધું પડતું મુકીને ઊંટને પકડવા દોડ્યો અને પાછળથી  રતાલુંમાં ભેર પડી મતલબકે  રતાળુ  લઇ લઈને  લોકો ઘરભેગા થવા માંડ્યા . દુલભાએ  પોતાના  પહેરણની  સાળામાં થોડા લીધા કોઈકે દુલભાને પૂછ્યું તારી પાઘડી ક્યાં ? દુલાભો કહે    આ જે તમે  ભીમ અગિયારસ ઉજવો છો એ મારી પાઘડી નાં પ્રતાપ છે. આ દુલાભો મારા દુર્લભજી કાકા સો વરસથી વધુ આયુષ્ય ભોગવી સ્વર્ગે ગયા . તેઓના સુપુત્ર કરસનજી ભાઈ  લંડનમાં નિવૃત જીવન  પોતાના કુટુંબ સાથે વિતાવે છે . કરસનજી ભાઈ અને તેના પત્ની રુકમણી બેનના મેમણ થવું એ એક લ્હાવો છે .હજી મેમાનોને આગ્રહ કર કરીને જમાડે છે .અને એવોજ આગ્રહ મેમાન ને રોકવા માટે કરે છે.

14 responses to “आकृति गुणान कथयति

  1. pragnaju ડિસેમ્બર 13, 2011 પર 5:32 પી એમ(pm)

    આત્મ જ્યોતિ જ્યારે સ્થૂળ આકૃતિ સાથે સબંધ સ્થાપે ત્યારે તે સુક્ષ્મ આકૃતિ જીવમાં પરિવર્તિત થાય છે .તે સૂક્ષ્મ આકૃતિ અને સ્થૂળ શરીર એમ બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે છતાં બન્નેથી અલગ આકૃતિ રુપ કાર્યમા ક્રિયાશીલ રહે છે પરિણામ સ્વરુપ સ્થૂળ આકૃતિ છોડી પાપપુણ્ય ભોગવતો રહે છે.પણ હવે આ સ્થૂળ આકૃતિ પરથી ગુણ પારખવાનું અસંભવ થઈ ગયું છે.
    “અમેરિકામાં ઘણી છોકારીયુંને પાતાના બાળકોના બાપની ખબર નથી હોતી”…અહીં સગર્ભા સ્ત્રીઓના કેસ પેપર પર ‘થનાર પિતા’ નું નામ લખવામાં આવે છે.અને આવી વાતની નવાઇ પણ નથી!
    આ દુર્લભજી કાકા જેવી અસરકારક ગંમત અને સરળ સહજ સાદા જીવનથી નિરામય સો વર્ષ જીવતા અને કરસનભાઈ જેવાને સંસ્કાર આપી ગયા કે “અતિથિ દેવો ભવ” મહેમાન ભગવાન સમાન હોય છે, ” અને ભજન કરે
    ખરે સૌ બે દિનના મહેમાન.
    જનમ્યું સર્વ ખરે જવાનું,
    કરવું વ્યર્થ ગુમાન;
    શિક્ષા આપે સંતો એવી,
    જ્ઞાની આપે જ્ઞાન … ખરે સૌ
    વટેમાર્ગુ જેવા સૌ જીવો,
    જીવન રસની ખાણ;
    ભાવ પ્રમાણે અનુભવ કરતા,
    પુલકિત કરતા પ્રાણ … ખરે સૌ
    એ બે દિનમાં મળે તમારી
    દિવ્ય કૃપાની લ્હાણ;
    સાધ્ય શેષ તો કૈંય રહે ના,
    હો જીવન કલ્યાણ … ખરે સૌ

  2. સુરેશ જાની ડિસેમ્બર 13, 2011 પર 7:27 પી એમ(pm)

    English proverb is more correct ..
    Looks are deceptive.
    —————-
    સાપ પકડનારને વારસો ક્યાંથી મળ્યો, એ ખબર પડી !
    દુલભા કાકાની જે – એમના ભત્રીજાની જે.

  3. aataawaani ડિસેમ્બર 13, 2011 પર 8:07 પી એમ(pm)

    સુરેશભાઈ મેં અટેચ ફાઈલ જોઈ એમાં કેવીરીતે આપણું લખાણ મુકવું ?

  4. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 13, 2011 પર 11:43 પી એમ(pm)

    આદરણીય વડીલ શ્રી આતા બાપા,

    આં દુર્લભ બાપા પણ ગજબના કહેવાય. ગામ આખાને ભીમ અગિયારશ કરવી દીધી.

    ગજબની હોશિયારી. પેલો બકાલી તો ગામ જ ભૂલી ગયો હશે

  5. jjkishor ડિસેમ્બર 14, 2011 પર 4:23 એ એમ (am)

    કે’નારાની હામે જ બેશીને હાંભળતા હઈએ એવી શૈલીમાં આતાબાપુની લેખણ્ય હાલે છ. સાવ નરવી વાણીમાં કહેવાયલા આ અનુભવોને કાંઈક પનાલાલની હાર્યે મુકી દેવાનું મન થાય તો સાભાવીક માનજો !

    ઘણું સબળ ને સભર જીવ્યા છો; હજી ઘણું જીવો બાપા !

  6. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 14, 2011 પર 6:22 એ એમ (am)

    આ..હા..હા..!!
    આ લેખ વાંઇસા વિનાનો હું કીં રે ગો ? કદાસ મેઇલમાં ધ્યાને નઈ સઇડો હોય ! કાંઉ વખાણ કરાં આતા.. જો કે આપણા જુગલકીશોરભાઈએ વખાણી દીધા અને હું તા નાનો પડાં, પણ વાડીએ બેઠો બેઠો તમને હાંભરતો હોઉં ને તમને હાંભર્યાંજ કરાં ઈં થાય છે.

    આ ’ભેર પડવી’ શબ્દ હાંભળીને મૌજની ઘુરુ છૂટી. ઘણાંક ભેરાણ યાદ આવ્યા. ઘણી ખમ્મા. આભાર.

    • aataawaani ડિસેમ્બર 14, 2011 પર 6:36 એ એમ (am)

      હેવ તો તમને બથાયને ખબરું થે ગુ હહેકે આતો ઘેર આવે તો ભાગે નોજાય ઇણું દયાન રાખ્યું જોહે  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

    • aataawaani ડિસેમ્બર 14, 2011 પર 7:13 એ એમ (am)

      પ્રિય

      અશોક ભાઈ તમારો પરિચય થયો .એને હું પમેશ્વરની મહાન કૃપા સમજુ છું તમારા ઈમેલ મારા માટે અ ==== શોક છે શોકનું હરણ કરનાર છે . હું માનું છું ત્યાં સુધી વસતો = વસેલો સ્થિર જેઠો =જ્યેષ્ટ મોટો great ભીખુ એ વધુ પડતી નમ્રતા દર્શાવતો શબ્દ છે માગીને મેળવેલો ભીખ માગીને વેજો વિજય ભારમી = ભેદી રહસ્ય જાણનારો આપણામા( મને મારું અને તારું એવી જુદાઇ નથી ગમતી એટલે હું આપણો શબ્દ વાપરું છું )નરબત નામ હોયછે તેનો અર્થ નૃપતિ છે હરભમ એટલે હર =મહાદેવ ભમ=બ્રહ્મ મ્યાજર == મહાજળ મહાસાગર અશોકભાઈ હું કઈ વિદ્વાન નથી એટલે મેં જે અર્થ કર્યા છે એ ખોટા પણ હોઈ શકે ધર્નાત= ધરણી નો આદિત્ય એટલે પૃથ્વી નો સૂર્ય ઓલો દેખાય છે એ આકાશ નો સૂર્ય વરજાંગ =જેનું લોઢાજેવું શરીર છે અને તે કોણ કે હનુમાન કેટલાંક નામો અરબી ભાષાના હોય છે અરશી =સ્વર્ગનો રહેવાસી ,દેવ  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

      ________________________________

      • અશોક મોઢવાડીયા ડિસેમ્બર 14, 2011 પર 7:54 એ એમ (am)

        આતા, હવે આ વાંચ્યા ભેળો જ આપનો આભાર માનવા પહોંચવું પડ્યું. આપે ખરે જ કેટલાક ન સમજાયા તેવા નામના અર્થ સમજાવી અમારા જ્ઞાનમાં ઘણોક વધારો તો કર્યો જ પરંતુ આ ’અરશી’નો અર્થ સમજાવ્યો એ એક ખાસ કારણ પણ ખરું ! કેમ ? તો લો હાંભળો છોકરાનું પૂરું નામ !
        અશોક-મેરામણ-સામત-હરદાસ-અરશી…
        આ અરશીઆતાના નામનો અર્થ કેમે કરી મેળે પડતો ન હતો, ભ.ગો.મં. ફંફોળતા ત્યાં અરશી=કૂવો એવો અર્થ મળ્યો હતો, જે કંઈ બંધબેસતો લાગતો ન હતો. કેટલાક મિત્રોએ મધ્યકાલિન ’અરિસિંહ’નું અપ્રભંશ હોવાનું ધારી શકાય એમ જણાવેલું. હા, પુરાણકાળમાં ’અર્ષિ’ નામ હતું ખરું પરંતુ તેનો અર્થ પણ મળતો નથી. પણ નામ પાડવાની રીતભાત જોતા આપે આપેલો અર્થ યોગ્ય જણાયો છે. આભાર.

        વરજાંગ એ વજ્રાંગમાં (હનુમાન)શબ્દોને આઘાપાછા કરી થતું નામ છે એ મારા મિત્ર દીપકભાઈ પાસેથી પણ જાણવા મળેલું. આપના માધ્યમે અન્ય વિદ્વાન મિત્રો પાસેથી પણ ઘણું ઘણું જાણવા મળે તેવી ઈચ્છા રાખી અને સૌ મિત્રોને જાણકારી હોય તે પાઠવવા નમ્ર આગ્રહ કરું છું. આપણે કાંક બોલહું તંયે તો આતા પાહેથી અવનવી જાણકારીયુ મળહેને ?! આભાર.

      • અશોક મોઢવાડીયા ડિસેમ્બર 14, 2011 પર 7:59 એ એમ (am)

        એક ચોખવટ !!!!! કદાચ મિત્રોને લાગે કે આ ઓચીંતા ’નામપુરાણ’ ક્યાં મંડાઈ ગયાં ?!
        તો આગલા લેખમાંથી ઠેક મારી અમે આતો-દિકરો સીધા અહીં ખાબક્યા છીએ 🙂 સંદર્ભહેતુ આપ નીચેની કડી જોઈ શકો છો. આભાર.
        https://aataawaani.wordpress.com/2011/12/14/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80-%E0%AA%B6%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9C%E0%AA%AF-%E0%AA%B9%E0%AB%8B/#comment-90

  7. Rajendra Trivedi, M.D. ડિસેમ્બર 19, 2011 પર 7:27 એ એમ (am)

    આત્મ જ્યોતિ જ્યારે સ્થૂળ આકૃતિ સાથે સબંધ સ્થાપે ત્યારે તે સુક્ષ્મ આકૃતિ જીવમાં પરિવર્તિત થાય છે.
    Tulsidal

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: