મેણાંને ઘેર એક રાત

મેં ઉઘડે પગે ચાલીને ભારતમાં ઘણી મુસાફરી કરીછે .આગ્રાથી   “આબુરોડ”નજીકના માવલ  રેલ્વે સ્ટેશન સુધી હું સળંગ જેવી તેવી જગ્યાએ રાતવાસો  કરતાં કરતાં  ઉઘડે પગે ચાલેલો છું.

વૃજ્ભુમીમાં ,  જયપુરરજ્યમાં  ,પંજાબમાં , સિંધમાં . વગેરે ઘણે ઠેકાણે પૈદલ મુસાફરી કરી છે .પ્રવાસ દરમ્યાન મારે ઘણો અસત્યનો  સહારો લેવો પડ્યો છે. ये बात हमने आशकारा करदी આશ્કારા= પ્રગટ ,બેધડક . જયપુરરાજ્યના એક ગામડામાં  મારે રાતવાસો  રહેવાની જરૂર પડી . યાત્રા દરમ્યાન હું મારા બાપનું નામ અને મારી જ્ઞાતિ બાબત હું સાચું કેતો.   આ સિવાય કોઈ વખત  હું જુઠું બોલતો .ગામડામાં મેં  બ્રાહ્મણના   ઘરની તપાસ કરી કોઈએ કીધુંકે  બ્રાહ્મણના  ઘર કરતાં તમને મુખીને  ઘેર તમારી સારી સરભરા થશે . હું મુખીને ઘરે ગયો .મુખીને ત્યાં મેં જાતે બનાવીને જવના  રોટલા ઘી અને દૂધનું વાળું કર્યું .હું દરરોજ ઓછામાં ઓછા વીસ માઈલ ચાલતો .ખેડૂતના પાંચ જુવાન ખાય એટલા રોટલા અને દૂધ ,ઘી, ખાધું અને પછી મુખી જે રૂમમાં  સુતો તે રૂમમાં મારી સુવાની ગોઠવણ થઇ .આવિસ્તારમાં  ખાટલા બહુ ઊંચા પાયાવાળા હોયછે .આ આખુગામ મેણા જાતિના લોકોથી વસેલું હતું. મેણા લોકો  લુંટફાટ પણ   કરીલ્યે .મુખીની ઉમર એંસી વરસની હતી .બહુ વાતુડો હતો .મારી ઉમર આવખતે  ચોવીસેક  વરસ જેટલી હશે  મારા વિષે જાણવા  માટે એણે   મને  ઘણા  પ્રશ્નો કરેલા  .
હું જયારે ક્યાંક રાતવાસો રેવા જાઉં ત્યારે મારી પાસે ફક્ત  દોઢેક રૂપિયાનું પરચુરણ રાખું આ સિવાયના પૈસા હું રોડ નજીક નિશાની મુકીને દાટી દેતો .

મેં મુખીને પ્રશ્ન કર્યો કે તમે શું કામ ધંધો કરો છો ? મુખીએ પોતાની હથેળી પોતાની ડોક ઉપર મુકીને આંખોના ડોળા કાઢીને છરીથી ડોકી કાપતો હોય એવો દેખાવ કર્યો .અને બોલ્યો हमलोक  इन्सानको काटके पैसे गिराने वाले लोक है .એનીવાત અને દેખાવ જોઈ હું હિંમત પણ ધ્રુજી ગએલો મને ભયભીત થયેલો જોઈ તે બોલ્યો .तुम डरोमत हम ब्राह्मनोके चरनकी धुल है हम आपको कुछ नहीं करेंगे એનું આશ્વાસન  સાંભળી  હિંમતની ધ્રુજારી દુર થઇ અને પછી શાંતિથી ઊંઘી ગયો .અને નાસ્તામાં ઘણું બધું દૂધ પી રવાના થયો .

.

10 responses to “મેણાંને ઘેર એક રાત

  1. સુરેશ જાની ડિસેમ્બર 11, 2011 પર 6:42 પી એમ(pm)

    ઘણી ખમ્મા આતાને ..
    બહુ રોમાંચક અનુભવ . આટલી સરસ રીતે રજૂઆત કરવા માટે દિલી અભિનંદન …
    એક સૂચન . જ્યાં વાત વળાંક લેતી હોય ; ત્યાં પેરેગ્રાફ પાડવાનું રાખશો , તો વાંચનારને સુવિધા રહેશે/ ગમશે.
    દા.ત.
    ……ઘી અને દૂધનું વાળું કર્યું .હું દરરોજ ઓછામાં ઓછા વીસ માઈલ ચાલતો ……

    ની જગ્યાએ ..

    ……ઘી અને દૂધનું વાળું કર્યું .
    હું દરરોજ ઓછામાં ઓછા વીસ માઈલ ચાલતો …..

  2. Capt. Narendra ડિસેમ્બર 11, 2011 પર 9:08 પી એમ(pm)

    ઘણી દિલચસ્પ વાત! આતા બાપુ, તમે તો ફૌજી છો, ખંભે બંધૂક રાખીને જેમ ગોળી છોડો, એમ તમતમારે લખે જાવ. એમાં જ તો તમારી ખાસ શૈલી અને વજુદ છતું થાય છે. અમને તો બહુ મજા પડી.

  3. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 12, 2011 પર 1:07 એ એમ (am)

    બે શિખામણ મળી :
    એક, આતા ઈન્ડીયા આવે એટલે આપણે કમાડ વાસીને ગામતરે ભાગે જાવું 🙂 ! (“પાંચ જુવાન ખાય એટલા રોટલા અને દૂધ ,ઘી, ખાધું “) આતા, આ અમ જેવા ડબે દાણા રાખીને બેઠા હોયે ઈ તાં મરે જ રે ને ??!!
    અને બે, અજાણે ઠેકાણે જાયે તંયે માલમતા સગેવગે કરીને સાચવી રાખવી.

    બાકી ત્યારે આ ઘણી કહેવાતી ચોર કોમનેએ એની કંઈક નૈતિકતા હોય જ છે. રવિશંકર મહારાજના કાર્યો વિશે ઝવેરચંદ્ર મેઘાણીએ લખેલી ’માણસાઈના દિવા’માં ઘણા દાખલા મળી આવશે. આભાર.

  4. dhavalrajgeera ડિસેમ્બર 12, 2011 પર 6:34 એ એમ (am)

    Looter has rules too.
    When, we meet i will tell you my first day experience in America.
    From Boston Logan to St.Joseph Hospital,Providence, RI.
    Meeting kind and carring family.The Husband happen to be Mafia !

  5. pragnaju ડિસેમ્બર 12, 2011 પર 8:11 એ એમ (am)

    “.એની વાત અને દેખાવ જોઈ હું હિંમત પણ ધ્રુજી ગએલો મને ભયભીત થયેલો જોઈ તે બોલ્યો .तुम डरोमत हम ब्राह्मनोके चरनकी धुल है हम आपको कुछ नहीं करेंगे એનું આશ્વાસન સાંભળી હિંમતની ધ્રુજારી દુર થઇ અને પછી શાંતિથી ઊંઘી ગયો .”

    માણસાઇના દીવા જીવતા માનવોમાંથી કેમ અને ક્યારે ઓલવાવા માંડે છે, માણસ જેવા માણસનું આત્મભાન ક્યારે ને કેવી રીતે અધોગતિને પામે છે આધુનિક યુગના સમયમાં માનવીય જીવનના પરસ્પરના સબંધોમાં પણ ભારે ઓટ આવતાં લોહીના સબંધો વચ્ચેની સંવેદનાઓ મરી પરવારી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં પરસ્પરના લોહીના સબંધો ભૂલી સ્વાર્થના સગપણને સાચુ સગપણ માનતો હોવાના અનેક બનાવો નજરો સમક્ષ બનતા હોય છે. ત્યારે હજુય આવા કપરા સમયમાં પણ કેટલેક ઠેકાણે મુઠ્ઠી ઉચેરા માનવી ના માનવતાના દીવા ઝબુકતાં

    ભાગ્યે જ બનતી આવી ઘટનાઓને જરૃર સલામ.

  6. Valibhai Musa ડિસેમ્બર 12, 2011 પર 10:42 એ એમ (am)

    મહારાજશ્રી હેમતલાલની જે.

    ઈ.સ. 1945મું ચોવી વરના હશો તાણં આબુરોડ પાહેના માવલ ટેસણે તમે જ્યા હશો. આ બંદા ચાર વરહના હશી. માવલથી અમદાવાદ તરફ પાલનપુર પાહેના કોંણોંદર ગોંમમું અમે રીયે સીયે. આપણા મલકમું તમે જ્યાર આવો તાણં અમારા ગોંમની મુલાકાત લેવાનું તમને નેમંત્રણ સે.

    મારે ઈકણિયાં આવવાનું થાહે તાણં સુરેશભઈનં લેઈન આવોય.

    તમારો દુઆગીર

    વલભૈ

  7. aataawaani ડિસેમ્બર 12, 2011 પર 6:59 પી એમ(pm)

    સુરેશ ભાઈ હું શીખવા માટેનું પાત્ર લઈને ફરું છું મને શીખવાની બહુ હોશ છે, ભૂખ છે. અને તમારા જેવા મારા પાત્રમાં નાખતા જાઓછો. વલીભઈએ પોતાની કાનોદરની શુદ્ધભાષામાં મને કોમેન્ટ આપી ઘણો રાજી થયો .
    ઈ માય મારા મલકના અશોકેતાં હદ કરે નાખી . આ તમે હંધાય મણે આઈ ભેગો કાંથો થાવા દ્યો .

  8. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 13, 2011 પર 11:46 પી એમ(pm)

    આદરણીય વડીલ શ્રી આતા બાપા,

    જય હો આતા બાપાનો…..

    એટલેજ ગુજરાતીમાં કહેવત છે ને કે જ્યાં ના પહોચે રવિ ત્યાં પહોચે અનુભવી .

    આં બાપના અનુભવો જાણવા જેવા ખરા.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: