Daily Archives: ડિસેમ્બર 11, 2011

મેણાંને ઘેર એક રાત

મેં ઉઘડે પગે ચાલીને ભારતમાં ઘણી મુસાફરી કરીછે .આગ્રાથી   “આબુરોડ”નજીકના માવલ  રેલ્વે સ્ટેશન સુધી હું સળંગ જેવી તેવી જગ્યાએ રાતવાસો  કરતાં કરતાં  ઉઘડે પગે ચાલેલો છું.

વૃજ્ભુમીમાં ,  જયપુરરજ્યમાં  ,પંજાબમાં , સિંધમાં . વગેરે ઘણે ઠેકાણે પૈદલ મુસાફરી કરી છે .પ્રવાસ દરમ્યાન મારે ઘણો અસત્યનો  સહારો લેવો પડ્યો છે. ये बात हमने आशकारा करदी આશ્કારા= પ્રગટ ,બેધડક . જયપુરરાજ્યના એક ગામડામાં  મારે રાતવાસો  રહેવાની જરૂર પડી . યાત્રા દરમ્યાન હું મારા બાપનું નામ અને મારી જ્ઞાતિ બાબત હું સાચું કેતો.   આ સિવાય કોઈ વખત  હું જુઠું બોલતો .ગામડામાં મેં  બ્રાહ્મણના   ઘરની તપાસ કરી કોઈએ કીધુંકે  બ્રાહ્મણના  ઘર કરતાં તમને મુખીને  ઘેર તમારી સારી સરભરા થશે . હું મુખીને ઘરે ગયો .મુખીને ત્યાં મેં જાતે બનાવીને જવના  રોટલા ઘી અને દૂધનું વાળું કર્યું .હું દરરોજ ઓછામાં ઓછા વીસ માઈલ ચાલતો .ખેડૂતના પાંચ જુવાન ખાય એટલા રોટલા અને દૂધ ,ઘી, ખાધું અને પછી મુખી જે રૂમમાં  સુતો તે રૂમમાં મારી સુવાની ગોઠવણ થઇ .આવિસ્તારમાં  ખાટલા બહુ ઊંચા પાયાવાળા હોયછે .આ આખુગામ મેણા જાતિના લોકોથી વસેલું હતું. મેણા લોકો  લુંટફાટ પણ   કરીલ્યે .મુખીની ઉમર એંસી વરસની હતી .બહુ વાતુડો હતો .મારી ઉમર આવખતે  ચોવીસેક  વરસ જેટલી હશે  મારા વિષે જાણવા  માટે એણે   મને  ઘણા  પ્રશ્નો કરેલા  .
હું જયારે ક્યાંક રાતવાસો રેવા જાઉં ત્યારે મારી પાસે ફક્ત  દોઢેક રૂપિયાનું પરચુરણ રાખું આ સિવાયના પૈસા હું રોડ નજીક નિશાની મુકીને દાટી દેતો .

મેં મુખીને પ્રશ્ન કર્યો કે તમે શું કામ ધંધો કરો છો ? મુખીએ પોતાની હથેળી પોતાની ડોક ઉપર મુકીને આંખોના ડોળા કાઢીને છરીથી ડોકી કાપતો હોય એવો દેખાવ કર્યો .અને બોલ્યો हमलोक  इन्सानको काटके पैसे गिराने वाले लोक है .એનીવાત અને દેખાવ જોઈ હું હિંમત પણ ધ્રુજી ગએલો મને ભયભીત થયેલો જોઈ તે બોલ્યો .तुम डरोमत हम ब्राह्मनोके चरनकी धुल है हम आपको कुछ नहीं करेंगे એનું આશ્વાસન  સાંભળી  હિંમતની ધ્રુજારી દુર થઇ અને પછી શાંતિથી ઊંઘી ગયો .અને નાસ્તામાં ઘણું બધું દૂધ પી રવાના થયો .

.