આથર

હું પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરતો હતો ત્યાં એક આર્થર નાંમનો  માણસ  કામ કરતો હતો.  તેને સૌ ‘આડી’ ના  ટૂંકા   નામે  બોલાવતા   મેં  એને  પુછ્યું , “તારું આખું નામ શું છે ?”

તે કહે “આર્થર”

મેં કહ્યું , ” હું તુને ‘આથર’ કહીને બોલવું  તો મને સહેલું  રહે.”

આર્થર કહે “તું એનો અર્થ મને કહે. “

મેં કહ્યું, “  વિગતથી કે’વું પડશે; એટલે થોડી વાર લાગશે.”

તે કહે, “વાંધો નહિં.”

પછી મેં વાર્તા માંડી.

મેં કહ્યું, “જૂના વખતમાં અમારા ગામ તરફ છોડમાંથી સીધો કપાસ  ન નીકળતો  પણ છોડ ઉપરથી  સીધા સુકા ફળ તોડી લવાતા.  આવાં ફળોને  કાલાં કહેતા. આવાં કાલાંને વેપારીઓ ખરીદે; અને પછી માણસો પાસે  કાલાં ફોલાવી ને કપાસ કઢાવે; અને માણસોને મજુરીના પૈસા આપે.  કાલાંમાં થી કપાસ કાઢી લીધા પછી જે ખાલી  ફોફું  રહે, એને  કોશિયું  કહેવાય.  આવા   કોશિયામાં    થોડો  ઘણો  કપાસ  રહી  જતો  હોય  છે.  બહુ  કાળજી  રાખવા છતાં આવા  કોશિયાઓને  કુંભાર  પોતાના  માટીના  વાસણ   પકવવા  લઇ  આવે. કોશીયામાં જે કપાસ રહી જતો હોય, તે   કુંભાર  સ્ત્રીઓ  કાઢી  લ્યે અને  એમાંથી   દાણા (કપાસિયા ) કાઢી  નાખીને  રૂ  તૈયાર  કરે.  આવા રૂને   કુભાર  સ્ત્રીઓ   રેંટીયા  ઉપર  કાંતીને  દોરા બનાવે. આવા દોરા વણકરને આપે. વણકર  કાપડ  બનાવે  અને  દરજી  પહેરવા માટે  કપડા બનાવી આપે. આવા કપડા   ફાટી  જાય  ત્યારે  એને  થીગડા  મારે  પછી જયારે વધુ ફાટી જાય  થીગડા  મારી  ના  શકાય  એવી  સ્થિતિ  સર્જાય   ત્યારે  આવા  તૂટી ગએલા  કપડાના ગોદડાં બનાવે.  આવા ગોદડાં  ફાટી ફાટી ને  ચૂંથા  થઈ જાય  ત્યારે  એવા  ગોદડાંને  જરૂર  પ્રમાણે  રીપેર  કરીને   ગધેડાની   પીઠ  ઉપર  મુકવાનું  સાધન  બનાવે આવા  સાધનને  આથર કેવાય.”

મારી કથા  સાંભળીને    આથર બોલ્યો, “ આ વસ્તુ તો બહુ એન્ટીક કહેવાય.  આ  નામ મને ગમ્યું છે;  અને એ નામથી મને બોલવતો  જજે.”

—————-

5 responses to “આથર

 1. અશોક મોઢવાડીયા ડિસેમ્બર 6, 2011 પર 6:24 એ એમ (am)

  વાહ ! વાહ ! શબ્દનો સ_રસ પરિચય થયો.

  એ પ્રકારે જ રેતી પીલીને તેલ કાઢે તેને ઑથર (Author – લેખક !!) કહેવાય 🙂

  • aataawaani ડિસેમ્બર 6, 2011 પર 9:52 એ એમ (am)

   thank you ashokbhaai tamara himmatlal aataa (author) haji tu author no kevay hardarno gaanthio male etle gaandhi no kevay dukanmaa pag mukvaani jagyaa maand maand hoy etlu kariyaanu bharyu hoy i ne gaandhi kevay samjyo bahu fulaay jaa maa Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

 2. Vinod R. Patel ડિસેમ્બર 10, 2011 પર 11:50 એ એમ (am)

  વાહ, આતા,આથર ની રમુજી કથાની માંડણી કરી એમાં તમારો ઝ્માનાનો અનુભવ બોલે છે.
  તમારા અવલોકનો પણ અચંબો પમાડે એવા છે.વાંચવાની મજા આવી ગઈ.
  તમારી વાત વાંચીને મને મારી બા એ કહેલી એક વાત યાદ આવે છે.
  મારાં બાનો જન્મ રંગુનમાં થયેલો અને મારો જન્મ પણ ત્યાં થયો હતો.
  રંગુનમાં પડોશમાં રહેતી એક અંગ્રેજ બાઈ સાથે બાને સારો મેળ.
  એકવાર બે જણા વાતો કરતા હતા ત્યારે બાને ગમ્મત કરવાનું મન થયું.
  અંગ્રેજ બાઈ બોલી રહી પછી બા એ કહ્યું. “તારી માનું નાતરું,”
  અંગ્રેજ બાઈ બોલી, શાંતા તે શું કહ્યું ,એનો શો અર્થ થાય.?.બા બોલ્યા”You are a good lady!.”

  • aataawaani ડિસેમ્બર 10, 2011 પર 4:05 પી એમ(pm)

   પ્રિય ઉપેન્દ્ર ભાઈ બહુ સમજવા જેવું અને અસરકારક વાક્યો મોકલ્યા આભાર એક મારા તરફથી સમાચાર આપવાનું મન થાય છે હવે મારો પોતાનો બ્લોગ છે જેની લીનક હું ઇંગ્લીશમાં આપછીના તમારા ઈમેલ ઉપર મોકલું છું હિંમત લાલ જોશી  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.

   ________________________________

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: