Daily Archives: ડિસેમ્બર 4, 2011

ભોલીઓ

હું ગુજરાતી બ્લોગ માં મુકવાનું શીખી રહ્યો છું.

હે, ગણપતિ દાદા!  મેં તમને સુરેશ જાની દ્વારા ગેંડો અપાવ્યો છે તો આપ મને ગુજરાતી અક્ષરો મારા બ્લોગમાં મુકવાનું શીખવી દ્યો

હું બહુ ભોળો માણસ છું, કેમકે કોઈ વખત કોઈ ભક્તે આપને લાડુ ધર્યા હોય એ હું લઇ ને મારા ઘર ભેગા કરી દઉં છું !

દાદા મારા જેવો ભોળિયો માણસ આપને કોઈ નહિ ભટકાણો  હોય ખરું?

તેને રે કહીએ

હવે નરસી મેતાનું ભજન કે જે ગાંધી બાપાને પ્રિય હતું એના જેવું અતાઈ નું રમુજી ભજન સાભળો…

રાજકીય જન તો તેને રે કહીએ  જે પીડી બીજાને જાણે રે
પર દુખે જલસા કરે તોયે મનમાં દુ ખ  નવ આણે રે….. ૧
સકળ લોકને છેતરે  તોયે પરવા નકારે એ કેની રે
કાળા ધોળા કરી બહુ જાણે, અભાગણ જનની એની રે…… ૨
મોહ માયાથી મન ભરપુર, પણ દ્રઢ  વેરાગની વાતું રે
રામ નામને વેચી ખાયે,  (ભલે)થાતું હશે તેમ થાતું રે…… ૩
કાળું નાણું ને  કોભાંડો કરવામાં નિષ્ણાત રે
‘અતાઈ’ ક્યે એને ભરોસે રિયો,  તો તો કરવો પડે આપઘાત રે….. ૪