મુસાભાઈના તો વા ને પાણી

———————————–

એક  દેશીન્ગા જેવડા નાનકડા ગામનો મુસો વધુ કમાવા આફ્રિકાના કોઈ દેશમાં ગયો પણ ઓલી કેવત છે ને કે,
हुन्नर करो हज़ार,
भाग्य बिन मिले न कोडी

એમ  મુસાભાઈને સફળતા નો મળી. એટલું  જ નહીં;  ગાંઠની મૂડી પણ ખોઈ. એટલે બાપડો મુસો ધોએલ મૂળા જેવો ગામડા ભેગો થઇ ગયો એટલે  કે’વત  પ્રમાણે

लेने गई पुत, और खो आई खसम ।

એવી મુસાભાઈની હાલત થઇ.  હાલ અમેરિકાથી દેશમાં માણસ જાય અને જે સ્વાગત થાય એવું સ્વાગત મુસા ભાઈનું થયું. મુસાભાઈ  તો ખુશ ખુશ થઇ ગયા. મુસાભાઈએ તો  ગામના  દુકાનદારોને કહી   રાખેલું કે,  ”મારે આખા  ગામને ધુમાડાબંધ  જમાડવું છે. એટલે જે માલ જોઈએ એ આપતા રે’જો.  હું પછી હિસાબ કરીને નાણાં ચૂકવી દઈશ.” વેપારીઓ તો હરખાઈ ગયા અને ગામ લોકો પણ રાજી રાજીના રેડ થઇ ગયા.

બધા જમી રહ્યા હતા. મુસા ભાઈ  બધા જમનારાઓને કેવા લાગ્યા કે, “ભાઈઓ, બેનો અને વાલા બાળકો! બધા પ્રેમથી જમજો.”  એટલામાં ગામનો મુખી જમતા જમતા ઉભો થઈને બોલ્યો, “મુસા ભાઈ!  તમે તો હદ કરી નાખી. આવો ભવ્ય જમણ વાર ગામના ઈતિહાસમાં કદી થયો નથી.”

પછી મુસા ભાઈ બોલ્યા,

       ”ભાઈઓ!  મને તમે જશ આપો છો એથી હું ઘણો રાજી થાઉં છું. બાકી મારું આમાં  કઈ નથી. મુસાભાઈનાં તો  વા  ને પાણી છે.”

મુસા ભાઈ વેલા ઉઠીને વહેલી બસ પકડીને રફુચક્કર થઇ ગયા. પછી  રાજેન્દ્ર ત્રિવેદી જેવો એક ભાઈ બોલ્યો , “મુસાએ સાચું કીધું કે,  આ જે તમે  મફત નું પાણી અને હવા વાપરો એ જ મુસાભાઈનું સમજવાનું.  બાકી આપણે જે જમ્યા એ તો આપણા ગામનાં વેપારીઓનું જ છે.”

2 responses to “મુસાભાઈના તો વા ને પાણી

  1. Valibhai Musa ડિસેમ્બર 3, 2011 પર 11:14 એ એમ (am)

    ‘પહેલો પ્રયોગ’ ની પહેલી જ કોમેન્ટમાં સુરદાજીએ ‘હિજો’જીને “ઘણું જીવો બાપા’ કહીને અન્યાય કર્યો છે. એમની જગ્યાએ હું હોત તો આપને ‘બાર્ધી’, ‘બાપોણી’ કે ‘બાખી’ તરીકે સંબોધત,પણ ‘બાપા’ તરીકે તો હરગિજ નહિ!

    ‘મુસાભાઈનાં વા ને પાણી’ વિષે હાદ ઉપર ઘણી ધમાચકડી મચી ચૂકી છે. મારાથી બે દસકા મોટા એવા આપ વડીલને પહેલા પરિચયે કાંટાઓમાં ખેંચવા ઠીક નહિ! નર્મદકાકા ‘ધીમે ધીમે સુધારાનો સાર’ કહેતા હતા, તેમ આપને ધીમે ધીમે હાદના કલ્ચરમાં પળોટવા પડશે! આપનો બ્લોગ હાદની બ્રાન્ચ ઓફિસ જેવો લાગે છે, એટલે અહીં પણ બધાને મજા પડશે.

    ધન્યવાદ

    સ્નેહાધીન,

    વલીભાઈ મુસા

  2. Valibhai Musa ડિસેમ્બર 4, 2011 પર 11:30 એ એમ (am)

    મુરબ્બાશ્રી ‘બાખી’-‘હિજો’જી.

    સુરેશભાઈએ મને એક મેઈલ મોકલી છે, તેમાંનું મારા લગતું લખાણ નીચે કોપે કરું છું.

    “પ્રિય વલીભાઈ

    તમે મારા માટે ઉત્તમ પ્રકારના ત્રણ શબ્દો વાપર્યા એનો અર્થ હું નથી સમજી શક્યો'”

    સુરેશભાઈ,

    તમને જેમ નવા પરિચયે ‘જહોન, જાની, જનાર્દનથી ગૂંચવ્યા હતા તેમ ‘હિજો”જી ને પણ ગૂંચવવાનો અહીં પ્રયત્ન હતો.. તેઓશ્રીનો કોઈ પ્રત્યુત્તર આવે તે પહેલાં તમે પોતે જ ફરીવાર ગુંચવાઈ ગયા. એ ત્રણેય શબ્દો તમારા માટે નહિ, પણ ‘સાવજ’ જી માટે મેં પ્રયોજ્યા છે.

    ખુલાસો આ મુજબ છે: તમે તેમને ‘બાપા’ તરીકે સંબોધ્યા એટલે કે 1/4 (પા) બા તરીકે સંબોધ્યા. તમારી જગ્યાએ હું હોત તો તેમને (બા+અર્ધી) >બાર્ધી, (બા+પોણી) > બાપોણી, (બા+આખી) > બાખી તરીકે સંબોધ્યા હોત!!!

    મુરબ્બાજી,

    હાસ્યદરબારવાળા બહુ જ અટકચાળાં કરનારા તોફાની બારકસ છે. તેમને સખણા રાખવા તમારા હાથમાં છે તેમાંથી હવામાં ગોળીબાર કરશો તો ય કાફી છે. આ બંદાએ પણ લોકસહાયક કેમ્પમાં એક મહિનાની તાલીમ લીધી હતી, જેમાં પરીક્ષા વખતે 303 ના પંદર ભડાકા કરવા આપ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે ‘મૈં આપકે સાથ હું|’

    લ્યો ત્યારે ઝાઝું લખ્યું થોડું સમજજો.

    એરિઝોનાના જંગલની મુલાકાત લેવી પડશે!

    શુભ (રાજેન્દ્ર ત્રિવેદી) રાત્રિ.

    સ્નેહાધીન (તક ધીના ધીન)

    વલીભાઈ મુસા

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: