Daily Archives: ડિસેમ્બર 3, 2011

મુસાભાઈના તો વા ને પાણી

———————————–

એક  દેશીન્ગા જેવડા નાનકડા ગામનો મુસો વધુ કમાવા આફ્રિકાના કોઈ દેશમાં ગયો પણ ઓલી કેવત છે ને કે,
हुन्नर करो हज़ार,
भाग्य बिन मिले न कोडी

એમ  મુસાભાઈને સફળતા નો મળી. એટલું  જ નહીં;  ગાંઠની મૂડી પણ ખોઈ. એટલે બાપડો મુસો ધોએલ મૂળા જેવો ગામડા ભેગો થઇ ગયો એટલે  કે’વત  પ્રમાણે

लेने गई पुत, और खो आई खसम ।

એવી મુસાભાઈની હાલત થઇ.  હાલ અમેરિકાથી દેશમાં માણસ જાય અને જે સ્વાગત થાય એવું સ્વાગત મુસા ભાઈનું થયું. મુસાભાઈ  તો ખુશ ખુશ થઇ ગયા. મુસાભાઈએ તો  ગામના  દુકાનદારોને કહી   રાખેલું કે,  ”મારે આખા  ગામને ધુમાડાબંધ  જમાડવું છે. એટલે જે માલ જોઈએ એ આપતા રે’જો.  હું પછી હિસાબ કરીને નાણાં ચૂકવી દઈશ.” વેપારીઓ તો હરખાઈ ગયા અને ગામ લોકો પણ રાજી રાજીના રેડ થઇ ગયા.

બધા જમી રહ્યા હતા. મુસા ભાઈ  બધા જમનારાઓને કેવા લાગ્યા કે, “ભાઈઓ, બેનો અને વાલા બાળકો! બધા પ્રેમથી જમજો.”  એટલામાં ગામનો મુખી જમતા જમતા ઉભો થઈને બોલ્યો, “મુસા ભાઈ!  તમે તો હદ કરી નાખી. આવો ભવ્ય જમણ વાર ગામના ઈતિહાસમાં કદી થયો નથી.”

પછી મુસા ભાઈ બોલ્યા,

       ”ભાઈઓ!  મને તમે જશ આપો છો એથી હું ઘણો રાજી થાઉં છું. બાકી મારું આમાં  કઈ નથી. મુસાભાઈનાં તો  વા  ને પાણી છે.”

મુસા ભાઈ વેલા ઉઠીને વહેલી બસ પકડીને રફુચક્કર થઇ ગયા. પછી  રાજેન્દ્ર ત્રિવેદી જેવો એક ભાઈ બોલ્યો , “મુસાએ સાચું કીધું કે,  આ જે તમે  મફત નું પાણી અને હવા વાપરો એ જ મુસાભાઈનું સમજવાનું.  બાકી આપણે જે જમ્યા એ તો આપણા ગામનાં વેપારીઓનું જ છે.”

રામ ની કૃપા હોય તો રેવાય

થોડી જગ્યા છે એટલે એક રમુજી જેવું અરિજોના નું ગીત લખું છું.

જેનો રાગ છે .”देख तेरे संसार की हालत “
—————————————–

એરિજોના ની ગરમી માં દિવસે તારા દેખાય,

રામ ની કૃપા હોય તો રેવાય.

રાતે પણ લુંગડાવ તપે છે  ઘરડા બુઢા જાપ જપે છે,

મારા દીકરા કે જમાઈ ની બદલી બીજે કરાવ્ય,

રામ ની કૃપા હોય તો રેવાય.

ઉનાળે   ઉષાનાતા  આવે આભા મંડળ,

લૂ વરસાવે રિંગના ને તડકે મુકો તો પલ માં ઓળો થઇ જાય

રામની કૃપા હોય તો રેવાય.

અષાઢે પણ તાપ પડે છે  પશુ પંખી માનવી ફફડે છે,

સુરજ દાદા ને અર્ઘ્ય  દેવા બારું નો  નીકળાય.

રામ ની કૃપા હોય તો રેવાય.

“અતાઈ “દાદા અહીં રહે છે હાચી ખોટી કથા કહે છે,

શિયાળે  પણ ટાઢે  પાણીએ બારા નાવા જાય.

રામની  કૃપા હોય તો રેવાય.

“અતાઈ “