Daily Archives: ડિસેમ્બર 2, 2011

કુતરા કુતરીના લગ્ન

ઘણાને  જુનાગઢના નવાબે  કુતરા કુતરીના લગ્ન કરાવ્યા હતા એ વાતની ખબર હશે; પણ અતાઈ  દાદા એ જ વાત કરશે, એમાં ઓર મઝા આવશે.

જૂનાગઢના કોઈ રહેવાસીને પુછો કે, નવાબનાં કુતરાઓ નું કબ્રસ્તાન ક્યાં આવ્યું ? બહુ ઓછાનો જવાબ ‘હા’ માં આવશે. આજે આપણે મરેલા કુતરાની વાત નથી કરવી; પણ  જુવાનજોધ વરરાજા કૂતરાની વાત કરવી છે

એક વખત નવાબ સાહેબને  રાતના બે  વાગ્યે ઊંઘ ઉડી ગઈ અને વચાર આવ્યો કે,  આપણા લાવર કુતરાના ધામધૂમથી લગન કરીએ તો કેવું ? અને આ વિચાર એની  બેગમ સાહેબને  ભરઊંઘમાંથી ઉઠાડીને કહ્યો.

બેગમ થોડી ગરમ તો થઇ ગઈ અને બોલી, “ तुम सोते नहीं हो और सोने देते भी नहीं हो  बोलो क्या बात है ?”

નવાબે કુતરા ના લગન ની વાત કરી.

બેગમ બોલી, “कोनसा कुत्ता जो युरुपियन जैसा है वो ?”

”हां वो गोरे कुत्तेकी बात करता  हु ।”

બેગમ બોલી, “अच्छा मगर देसी कुत्ती नहीं लाना; गोरी मढम लाना।”

પછી નવાબે હરજીડા તળપદા કોળી  અને વીહલા વગડ  વાઘરીને કુતરી ગોતવા રવાના કર્યા. વીહલા  વાઘરીએ અંગ્રેજ ને લગન કરવાનું મન થઇ જાય એવી ગોરી રૂપ રૂપ નો અંબાર જેવી  પોતાની નાતના વગડ વાઘરીને ત્યાંથી  કુવારી કુતરી ગોતી કાઢી. .હરજીડે કુતરીના માલિકને વાત કરી.

“ઈ રૂપમતી,  તારી કુતરી સાથે નવાબ પોતાના કુતરાના લગ્ન કરવા માંગે છે; એટલે હું માગું લઈને આવ્યો છું.”

કુતરીનો માલિક બોલ્યો, “મારી કુતરીને હું નવાબના કુતરા સાથે લગન ન કરું. મારી કુતરીને બિચારીને  ઓઝલમાં રેવું પડે બાપડી દુ:ખી દુખી થઇ જાય.”

હરજીડે  બધી બીનાથી નવાબ ને વાકેફ કર્યા.

નવાબ બોલ્યા, ” सिर्फ तिन दोकड़ेके  वाघरीकी ये हिम्मत? चलो मे खुद जाता हु और कुत्ती को उठा के ले आता हु ।”

હરજીડો  બોલ્યો, “બાપુ, ઈ જામસાબ ની હદ માં રહે છે. એટલે જબરાઈ કરવા જઈએ તો જામ બાપુ હારે ધીગણું થઇ જાય; અને ઈમાં  તમારી આબરૂના કાંકરા થઇ જાય.”

નવાબે હરજીડાની વાત માની લીધી;  અને કુતરીને લઇ આવવા  માટે બીજો  રસ્તો ગોતી કાઢ્યો. વાઘરીને ખુબ  પૈસા આપી કુતરી લઇ આવવાનું નક્કી કર્યું. વાઘરી રાજી થઇ ગયો અને પછી તો બાપુ! ઘડિયાં લગન લેવાણા. નીકાહ પઢાવવા માટે  મોલવીને બોલાવ્યો.

મોલવી કહે, ” बापू , में जानवरों का  निकाह  नहीं पढ़ता।”

મોલવી ને ખુબ પૈસા આપવાની વાત કરી એટલે  મોલવી નિકાહ પઢાવી આપવા તૈયાર થઇ ગયો .

ત્યાં  વાઘરી આડો ફાટ્યો.  ઇ કે’, “મારી કુતરીના લગન  બ્રાહ્મણ કરે.”

હવે આવા બ્રાહ્મણની તપાસ આદરી. કોઈ બ્રાહ્મણ તૈયાર નો થાય.  કોઈકે અતાઈ જોશીનું નામ આપ્યું.  અતાઈ જોશીએ ઘસીને ના પાડી દીધી.  કોઈકે કીધું કે,  ”અતાઈ  રૂપમતી  તરવાડીનું માનશે.”

રૂપમતી પાસે નવાબનો ખાસ માણસ ગયો; અને વાત કરી કે,  ”નવાબના કુતરા કુતરીનાં લગન કરાવવા   કોઈ ગોર બાપો મળતો નથી  જો તમે અતાઈ ને કહો તો એ તમારું માનશે.”

રૂપમતી બોલી, ” જાવ, એને મારું નામ દેજો. જો ના પાડે તો કે’જો કે, થોડા દિવસ પે’લા તમે જેરામ ધોબીના  ગધેડાના લગન કરાવી આપ્યા’તા;  અને આ નવાબના  કુતરાના લગન કરાવવાની કેમ નાં પાડો છો? જાવ મારું નામ દેજો;  એટલે તરત મિયાંની મીદડી જેવા થઇ જશે, અને હા પાડી દેશે.”

અતાઈએ હા પાડી અને લગન ધામધૂમ થી થયા

समुहुर्तम शुभ लग्नं  निर्विघ्ने न भवतु।