श्री गणेशाय नमः

એકદી મેં ગણપતિદાદાને પુછ્યું –

 પ્રશ્ન દાદા મને થયો, ગૌરી પુત્ર ગણેશ
ઉંદર વાહન કેમ કર્યું એની ચિંતા મને હમેશ

દાદા બોલ્યા

તું તારી ચિંતા કર  મારી ચિંતા મુકીદે  છતાં હું તુને નિરાશ નથી કરતો તારા પ્રશ્ન નો ઉત્તર   આપું છું  જો સાંભળ હું મારા પિતાના ગણો એટલેકે સૈનિકો નો હું સેનાપતિ છું એટલે  મારે દુશ્મન ના વિસ્તાર માં  જાસુસી કરવા જવું પડે એટલે જો ઉંદર મારું વાહન હોય તો મને ગમે તેવી સાંકડી જગ્યાએ લઈ જાય અને ક્યાંક કાપી કુટીને  માર્ગ કરવો હોય તો પણ ઉંદર પોતાના મજબુત દાંત થી રસ્તો કરી લ્યે  સમજ્યો ?

મેં કીધું

નથી સમજ્યો  કેમકે દાદા  તમારે સુંઢ અને દાંત સાથે પંદર મણનું માથું અને એટલુજ  વિશાળ પેટ  ભક્તોએ  લાડવા ખવડાવી  ખવડાવીને  મોટી ફાંદકરી દીધી છે એ બધું ઉપાડીને ઉંદર જાય કેવીરીતે ?

દાદા ક્યે

અમે દેવતા કહેવાઈએ  ગમે તેટલું નાનું રૂપ લઇ શકીએ  જા હવે વધુ દલીલ ન કરતો ટૂંકમાં તુને કહું તો ધાર્મિક બાબતોમાં શ્રદ્ધા રાખવાની હોય છે

8 responses to “श्री गणेशाय नमः

  1. સુરેશ જાની નવેમ્બર 30, 2011 પર 7:40 પી એમ(pm)

    ભગવાન હારે સીધી વાતો ? અમનેય શીખવાડો !

  2. pragnaju ડિસેમ્બર 1, 2011 પર 2:21 પી એમ(pm)

    બ્લોગ જગતમાં સ્વાગત છે .
    જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
    માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
    આપને મળી આ ગીત ગૂંજે છે

    દાદા હો દીકરી, દાદા હો દીકરી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
    વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
    પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
    સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    ઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
    ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
    દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ
    માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ
    અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ
    વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

    કાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈ
    વીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
    દાદા હો દીકરી, દાદા હો દીકરી

  3. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 1, 2011 પર 3:11 પી એમ(pm)

    આદરણીય બાપા,શ્રી હિમતલાલ જોશી….આતા
    લ્યો આતા આપે તો આવતા વેત જ ગણેશજીને ઝપટમાં લીધા..
    જય હો………

  4. nilam doshi ડિસેમ્બર 1, 2011 પર 5:56 પી એમ(pm)

    દાદાજીનું ખૂબ પ્રેમપૂર્વક સ્વાગત..અભિનંદન.. તેમના અનુભવો વાંચવા અહીં ગમશે..

    આપને પ્રણામ સાથે.. અઢળક શુભેચ્છાઓ..

  5. dhavalrajgeera ડિસેમ્બર 1, 2011 પર 6:10 પી એમ(pm)

    આતાવાણી started with ગણપતિ દાદા !
    Good to see you in action !
    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: